પાવાગઢ ખાતે ગુડ્સ રોપવે તૂટી પડવાના મામલે ઘટનાની તપાસ કરતી કમિટીએ પોતાનો રિપોર્ટ કલેક્ટરને સોંપ્યો છે. ગુડ્ઝ રોપ વે માટે ઉપયોગમાં લેવામાં આવેલા રોપ (કેબલ)ની ટેન્સાઇલ સ્ટ્રેન્થનું લેબમાં પરીક્ષણ કરાવવા અને તૂટી ગયેલા રોપ (કેબલ) ના બન્ને છેડાનું એફ એસ એલ પરીક્ષણ કરાવવા રિપોર્ટમાં જણાવાયું છે. રિપોર્ટના આધારે જિલ્લા કલેક્ટર દ્વારા સમગ્ર રીપોર્ટને લઈને વધુ કાર્યવાહી માટે મુખ્ય વિદ્યુત નિરીક્ષક, ગાંધીનગરને લેખિત જાણ કરવામાં આવી છે.