જેતપુર,ગોડલ,રાજકોટની જીવાદોરી સમા ભાદરની સપાટી ૨૯ ફૂટને પાર ૨૪૦૪ ક્યુસેકનો ઈનફફ્લોઃ ૪૪૭૭ એમસીએફટી જથ્થો સંગ્રહિત, ડેમ ૬૭ ટકા ભરાયો, ઓવરફલોમાં પાંચ ફૂટનું અંતર રહ્યું સૌરાષ્ટ્રમાં વરસાદનો ચોથો અને અંતિમ રાઉન્ડ શરૂ થયો છે, આજે ગણેશ વિસર્જનના દિવસે સવારથી વરસાદ વરસાવી મેઘરાજાએ શુકન સાચવ્યા હતા. સાર્વત્રિક વરસાદને પગલે સૌરાષ્ટ્રના ૧૯ જળાશયોમાં નવા નીરની આવક નોંધાઇ છે જેમાં ખાસ કરીને કુલ ૩૪ ફૂટની ઉંડાઈના ભાદર-૧ ડેમમાં પોણો ફૂટ પાણીની આવક થતા ડેમની