આજે તા 12 સપ્ટેમ્બરના રોજ સાંજના 5.30 કલાકે વડનગરના અર્જુનબારી વિસ્તારમાં રહેણાંક મકાનમાં સાપ ઘુસી આવતા ડરનો માહોલ ફેલાયો હતો. ખેરાલુથી સાપ પકડનારાને બોલાવાતા તેમણે આવીને સાત ફુટ જેટલા લાંબા બિનઝેરી એવા ધામણ સાપને પકડી લઈ કોથળીમાં બંધ કર્યો હતો. અને બાદમાં વડનગર શહેરની બહાર જંગલ વિસ્તારમાં લઈ જઈ સુરક્ષિત રીતે છોડી મુક્યો હતો. સાપ નિકળવાને લઈને ઘર માલિક સહિત પરિવાર ભયભીત પણ જોવા મળ્યો હતો.