વઘઈ તાલુકાનાં મામલદાર પી.કે.પટેલ,વઘઇ પોલીસ મથકનાં પી.આઈ.વી.કે.ગઢવી અને અન્ય સરકારી અધિકારીઓ તેમજ પ્રેસ મિડિયા,ગણેશ મંડળોનાં આયોજકો,આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.જે મિટિંગમાં નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી અંતર્ગત પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.ડાંગ જિલ્લામાં યોજાનાર ગણપતિ મહોત્સવ દરમ્યાન વિવિધ ગણેશ પંડાલમાંથી “બેસ્ટ ઓફ” પસંદગી કરવામાં આવશે. આ પ્રક્રિયા અમલીકરણ સમિતિ દ્વારા હાથ ધરાશે.