મોડાસા નગરપાલિકા પાણી પુરવઠા વિભાગની 9 લાખ લિટર ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી હાલ નોનયુઝ જાહેર કરાઈ છે, ટૂંક સમયમાં તેને ઉતારવાની કામગીરી હાથ ધરાશે તે દરમિયાન સાવચેતીના ભાગરૂપે મોડાસા નગરપાલિકા દ્વારા ચેતવણીના બોર્ડ લગાવી મારવાડી વાસ અને દેવભૂમિના રહીશો તેમજ નગરજનોને જાણ કરવામાં આવી છે