અડાજણ સ્થિત જૈન દેરાસરમાં 11 ઓગસ્ટના રોજ થયેલી ઘરફોડ ચોરીનો ઘટનાનો ભેદ સુરત ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે.ક્રાઈમ બ્રાન્ચે માહિતીના આધારે શનિવારે રાજસ્થાનના પીંડવાળા સ્થિત ડુંગરિયાળ વિસ્તારમાંથી આરોપી લાલરામ સોહનને ઝડપી પાડ્યો હતો.જેની પૂછપરછ માં આરોપી અને તેના સાગરીત દ્વારા ગુનાની કબુલાત કરી હતી.