અમદાવાદ જિલ્લાના ધંધુકા અને સાણંદ તાલુકામાં ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધંધુકા તાલુકાના ઊંચડી ગામમાં યોજાયેલી તિરંગા યાત્રામાં તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ ચંદ્રસિંહ ચુડાસમા અને ભાજપના અગ્રણી ઋષિરાજસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો તિરંગા ધ્વજ સાથે જોડાયા હતા.