આજે તારીખ 08/09/2025 સોમવારના રોજ બપોરે 12 કલાક સુધીમાં ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં સપ્તાહજી કથા મહોત્સવનો ભવ્ય સમાપન પ્રસંગ યોજાયો. કથાના પૂર્ણોત્સવ નિમિત્તે આજે ભાગવત કથા પોથી યાત્રા ભવ્ય રીતે શ્રી રણછોડરાય મંદિર ખાતેથી પ્રસ્થાન કરી હતી.શ્રી રણછોડરાયજી મંદિરમાંથી પ્રારંભ થયેલી આ પોથી યાત્રા ઢોલ-નગારા, ભજન-કીર્તન અને હરિધૂન સાથે ગામના મુખ્ય માર્ગો પરથી નીકળી હતી.યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા.