હવામાન ખાતાની આગાહી મુજબ બોટાદ અને બરવાળા તાલુકામાં ધીમી ધારે હળવો વરસાદ પડતાં ઠંડક પ્રસરી ખેતીમાં કપાસ મગફળી જેવા પાકોને હળવા વરસાદથી ખૂબ મોટો ફાયદો થવાની સંભાવના,ખેડૂતો ખુશખુશાલ હવામાન ખાતાના જણાવ્યા મુજબ વરસાદિ સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છમાં ક્યાંક રેડ,ઓરેંજ અને યલો એલર્ટ આપવામાં આવ્યા છે.