સુરતમાં લવ જેહાદનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ડીંડોલી પોલીસે એક વિધર્મી યુવકની ધરપકડ કરી છે. આ યુવકે એક હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું અને તેની સાથે ₹18 લાખની છેતરપિંડી પણ કરી હતી.લિંબાયતમાં રહેતા સમીર સલીમ ખાટીક નામના યુવકે એક હિન્દુ યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમસંબંધ બાંધ્યો હતો. તે યુવતીને સુરતની અલગ-અલગ હોટલોમાં લઈ જઈ તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો.