ગણેશ વિસર્જન દરમિયાન યુવાન તળાવમાં ડૂબ્યો હોવાની ઘટના સામે આવી છે. પાવીજેતપુર તાલુકાના વાવડી ગામે ઘટના છે. સાંજના સમયે ગામના તળાવમાં ગણેશ વિસર્જન દરમિયાન ઘટના બની હતી. ડુબનાર વ્યક્તિ ગજરા ગામનો યોગેશભાઈ વેતુડાભાઈ નાયકા હોવાનું સામે આવ્યું છે. ફાયરની ટિમ દ્વારા તળાવમાં શોધખોળ હાથ ધરાઈ છે. ડુબનાર વ્યક્તિનો કોઈ પતો ના લાગ્યો હતો. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે.