વડાપ્રધાનની પ્રેરણા અને કેન્દ્રીય કૃષિ મંત્રીના માર્ગદર્શનમાં કૃષિ મંત્રાલય ભારત સરકાર તથા ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા 29 મેથી 12 જૂન સુધી દેશ વ્યાપી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત પાટણ જિલ્લામાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન શરૂઆત થઈ છે.કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પાટણ દ્વારા 3 જૂનના રોજ શંખેશ્વર તાલુકાના રાજપુરા, તારાનગર ગામોમાં તથા સમી તાલુકાના તારોરા, માત્રોતા, કોકતા, નાયકા ગામોમાં શરૂઆત થઈ હતી