શામળાજીના કુષ્કી ગામે નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ભવ્ય લોકાર્પણ ભીલોડા ધારાસભ્ય પી.સી.બરંડા અને સાંસદ શોભનાબેન બારૈયા ના હસ્તે કરવામાં આવ્યું હતું.આ આરોગ્ય કેન્દ્ર 1.49 કરોડના ખર્ચે તૈયાર કરાયું છે.આ આરોગ્ય કેન્દ્રના આરંભથી હવે ગામજનોને આરોગ્યની તમામ મૂળભૂત સુવિધાઓ પોતાના ગામે જ સરળતાથી ઉપલબ્ધ થશે. ગ્રામજનોને સારવાર માટે દૂર જવાની ફરજ નહીં રહે તેવું મહત્વનું પગલું સાબિત થશે.લોકાર્પણ પ્રસંગે આરોગ્ય વિભાગના અધિકારીઓ,સ્ટાફ,આગેવાનો હાજર રહ્યા.