નાનાપોંઢા ખાતે આવેલી એન.આર.રાઉત સાર્વજનિક માધ્યમિક શાળા ખાતે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી મહેસાણા દ્વારા આયોજિત 69મી અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં તાલુકા કક્ષાના U-14, U-17 અને U-19 ભાઈઓ બહેનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.