વિઠ્ઠલનગર આગળ આવેલી બંધ કંપનીમાંથી ધૂમાડાના ગોટા ઉડતા જોવા મળતા લોકોએ તાત્કાલિક અગ્નિશમન ટીમને જાણ કરી. ઘટનાસ્થળે પહોંચી ટીમે જોયું કે બંધ પ્લાન્ટમાં રહેલી ગેસ લાઇનની પાઈપો સળગી રહી હતી. ઝડપી કામગીરીથી આગ કાબૂમાં લેવાતાં મોટી દુર્ઘટના ટળી અને સ્થાનિકોમાં હાશકારો છવાયો.