ગોધરા તાલુકાના ઘુસર ગામની વાલૈયા નવી વસાહત પટેલીયા ફળિયામાં આઠ વર્ષીય દીક્ષિતભાઈ પગીનું કૂવામાં ખાબકી જવાથી દુઃખદ અવસાન થયું. બાળક નાહવા કૂવા પાસે ગયો હતો અને ડોલથી પાણી કાઢતાં પગ લપસતા કૂવામાં ડૂબી ગયો. ઘરે પરત ફરેલા પરિવારજનોએ દીક્ષિત ન મળતા શોધખોળ કરી અને કૂવા પાસે ડોલ-દોરડું ન દેખાતા શંકા થઈ. તરત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી. જવાનો કલાકોની મહેનત બાદ મૃતદેહ બહાર કાઢવામાં સફળ રહ્યા. આ ઘટનાથી પગી પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોક છવાઈ ગયો છે.