ડાંગ જિલ્લાના આહવા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તેની પ્રથમ કારોબારી સભાનો આયોજન કરવામાં આવ્યું હતું. આ સભા સંઘના પ્રમુખ શૈલેષભાઈ કાજુભાઈ ગાવીતના અધ્યસ્થાને યોજવામાં આવી હતી. તાલુકાના વિવિધ કેન્દ્રોના કારોબારી સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સંઘના તમામ હોદ્દેદારોએ ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ ssa ની સમગ્ર ટીમની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ બેઠક દરમિયાન શિક્ષકોના વિવિધ પ્રશ્નો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.