ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે પથરાવ અને હંગામાની ઘટનામાં લોકોને ઉશ્કેરનાર સોશ્યલ મીડિયા ઈન્ફ્લુએન્સર ઝાકિર એહમદ ઝભા અને આરીફ શબ્બીર ભોચું ઉર્ફે સુલતાન સામે વધુ એક ગુનો નોંધાયો છે. બંનેએ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા માર માર્યાના ખોટા આક્ષેપો સાથે વિડીયો બનાવી ઈન્સ્ટાગ્રામ પર વાયરલ કર્યો હતો. આ વિડીયોથી લોકોમાં ગેરસમજ, ઉગ્રતા અને ધાર્મિક તણાવ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે ભારતની એકતા અને સુરક્ષા સામે ખતરો ઉભો કરવા, હુલ્લડ કરવાનો ગુનો નોંધ