પુણા વિસ્તારમાં 27 ઓગસ્ટના રોજ વિપુલ નકુમ.નામના યુવકની તેના જ ગામના વતની વિપુલ વાળા દ્વારા ચપ્પુના આઠ જેટલા ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો.જે બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. બંને વચ્ચે રૂપિયાની લેતી દેતી નો મામલો ચાલી આવ્યો હતો.જ્યાં 27 ઓગસ્ટે વિપુલ નકુમે આરોપીને સિતારામ નગર સોસાયટીના નાકે બોલાવ્યો હતો.જ્યાં બોલાચાલી બાદ હત્યા કરી આરોપી ફરાર થઈ ગયો હતો.વરાછા પોલીસે આરોપીને ગણતરીમાં કલાકોમાં ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી.