ડભોઇ–સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર આવેલા અકોટી ગામના શનિદેવ મંદિરમાંથી દાનપેટી અને પૂજારીના ઓરડા માંથી અજાણ્યા ઈસમોએ ચોરી કરી હતી. કુલ રૂ. 21,000 રોકડ, સોનાની વીટી અને ચાંદીની લક્કી સહિતનો મત્તો લઈ ચોરો ફરાર થયા. પૂજારી નિર્મળ દાસ બાપુની જાણ બાદ ચાંદોદ પોલીસે તપાસ હાથ ધરી છે.