ભાદરવા સુદ સાતમથી અગિયારસ સુધી શહેરમાં પદયાત્રીઓ અને સંઘોનો ભારે ધસારો રહે છે. ખાસ કરીને ગાંધીનગર અને મહેસાણા તરફથી આવતા સંઘો મહેસાણા ચોકડી થઈને આ રોડ પરથી પસાર થતા હોવાથી ટ્રાફિક જામ થવાની શક્યતા હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પદયાત્રીઓની માંગણી સ્વીકારીને આ રોડ ખુલ્લો કરાયો છે.