છોટાઉદેપુર જિલ્લાના કવાંટના ચીખલી ગામે બે મહિલાઓના મકાન ધરાશાયી થવાના કારણે મૃત્યુ થયું હોવાની ઘટના સામે આવી છે. ભારે વરસાદના કારણે રહેણાંક મકાન ઘરાશયી થયું હતું. મોચડીબેન તરજુ રાઠવા અને લક્ષ્મીબેન તરજુ રાઠવાનું ઘટના સ્થળે મોત થયું હતું. ઘટનાને લઈને સરપંચ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને જાન કરવામાં આવી છે.