જીએસટી કાઉન્સિલની બેઠકના પ્રથમ દિવસે જ રાત્રે જીએસટીના મોટા ફેરફારોની જાહેરાત થઈ છે. જેમાં અનેક પ્રોડક્ટના જીએસટી દર ઘટાડવામાં આવ્યા છે. પરંતુ સિરામિક ટાઇલ્સ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આ બેઠક આજે પણ યથાવત છે. જેથી હજુ પણ ઉદ્યોગકારો રાહત મળે તેની આશાએ નવી જાહેરાત થવાની રાહ જોઈ રહ્યા છે.