11 સપ્ટેમ્બરના રોજ સવારે 10 કલાકે ખેરાલુના ગોરીસણા હાઇસ્કુલ ખાતે ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાનો 76મો વનમહોત્સવ યોજાયો હતો ડેમાં વૃક્ષરથને લીલીઝંડી આપી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તો સાથે જ વધું વૃક્ષો વાવવા અપીલ કરાઈ હતી. એક પેડ માઁ કે નામ 2.0 અભિયાન અંતર્ગત આ કાર્યક્રમમાં ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી,પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર,RFO બી.જી.કાલર,ખેરાલુ મામલતદાર પલક દેસાઈ,હાઈસ્કુલના આચાર્ય,બીજેપી કાર્યકરો તેમજ વિદ્યાર્થીઓ પણ હાજર હતા.