નવસારીમાં ગણેશ વિસર્જન માટે મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવો તાજેતરના પૂરથી ધોવાઈ ગયા હતા. જેના કારણે વિસર્જન વ્યવસ્થામાં ખલેલ પહોંચ્યો હતો. હવે પાણી ઉતરતા મહાનગરપાલિકાએ ફરી તાત્કાલિક કામગીરી હાથ ધરી છે અને નવા કૃત્રિમ તળાવોની રચના શરૂ કરી છે. આવનારા દિવસોમાં શહેરમાં સુરક્ષિત અને પર્યાવરણમૈત્રી ગણેશ વિસર્જન સુનિશ્ચિત કરવા માટે આ પગલું મહત્વપૂર્ણ ગણાય છે.