આજરોજ સાંજે ચાર વાગ્યે મળતી માહિતી પ્રમાણે કાલોલ તાલુકા પંચાયત કચેરીની જૂની બિલ્ડીંગમાં છેલ્લાં પાંચ વર્ષથી આધાર કાર્ડને લગતી કામગીરી ચાલતી હતી. પરંતુ આજે અચાનક તે બંધ કરાવી દેતાં અરજદારો અટવાયા હતા અને ઓપરેટરને પૂછતાં TDO દ્વારા બંધ કરાવ્યું હોવાનું જણાવ્યું હતું.જો કે તાલુકા પંચાયત કચેરીમાં પૂછતાં GEB વાળા મીટર કાપી ગયાં હોવાનું જણાવ્યું હતું. જેથી વહેલી તકે આ કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ છે.