ધ્રાંગધ્રા જડેશ્વર મંદિર પાસે આવેલી સંસ્કારભારતી એજયકેશન ટ્રસ્ટ સંચાલિત સંસ્કારધામ પ્રાથમિક શાળામાં સ્કૂલના સંચાલકો અને શિક્ષકો દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે જેમા હાલ ધોરણ 6..7..8..માં પંચાયતી રાજ ને લઈ અભ્યાસ આવે છે જેને લઇ ને બાળકો ભણતર ની સાથે રાજકીય જ્ઞાન મેળવે તે હેતુ થી બાળકો મોનિટર ની ચૂંટણી લડશે જેમાં પાલિકા.. પંચાયત.. ની જેમ ઉમેદવારી ફોર્મ વિદ્યાર્થીઓ ભર્યા હતા અને શનિવાર તારીખ ૦૨ /૦૮/ ૨૫ના રોજ ચૂંટણી યોજાશે