મહેસાણા જિલ્લાના ૧૦૩૨ પી.એમ.પોષણ કેન્દ્રો પર જિલ્લાના અધિકારીઓ, ગામના અગ્રણીઓ તથા દાતાઓ, શાળા પરિવારh તરફથી જિલ્લાની બાલવાટિકા તથા ધોરણ ૧ થી ૮ ના કુલ ૧,૭૨,૨૧૭ બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યુ હતુ. જેમાં જિલ્લા કલેક્ટર એસ.કે.પ્રજાપતિ દ્વારા મહેસાણા તાલુકાની ઇન્દિરાનગર (લાખવડ) શાળા ખાતે તિથિ ભોજન આપવામાં આવ્યુ હતુ તથા નિવાસી અધિક કલેકટર જશવંત કે.જેગોડા તરફથી દેલા વસાહત પ્રાથમિક શાળા ખાતે તિથિ ભોજન આપવામાં આવ્યુ હતું.