થરાદ તાલુકાના ઝેટાથી ભોરડુ જતા માર્ગ પર વિજ થાંભલાઓની સ્થિતિ અત્યંત જોખમી બની છે. જોરદાર પવન અને વરસાદના કારણે વિજ થાંભલાઓ અને તેના કનેક્ટિંગ વાયર રસ્તા તરફ ઝૂકી ગયા છે.આ માર્ગ પર દરરોજ મોટી સંખ્યામાં વાહનચાલકો અને રાહદારીઓની અવરજવર રહે છે. ખાસ કરીને ભોરડુની શાળાના વિદ્યાર્થીઓ પણ આ માર્ગનો ઉપયોગ કરે છે. આથી કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની દહેશત સેવાઈ રહી છે.