પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ગઢડા અડતાળા રોડ પર આવેલ હનુમાનજી મંદિર પાસે આવતા ચોરી કરેલ મોટરસાયકલ સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો અને આરોપીને પૂછપરછ કરતા તેમને વિવિધ જગ્યાએથી ચોરી કરેલ મોટરસાયકલ પોતાની પાસે હોવાની કબુલાત કરી હતી ત્યારે ઘરડા પોલીસ ટીમ દ્વારા ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે