સુરતના સરથાણા વિસ્તારના આવેલ ઉમંગ ફ્લેટ્સમાં પોલીસે બુધવારે છાપો માર્યો હતો. જ્યાંથી ઘરમાં રહેલા અલગ અલગ કબાટમાંથી ₹16 લાખથી વધુની કિંમતનો વિદેશી બ્રાન્ડનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.રોકડા રૂપિયા અને દારૂનો જથ્થો મળી પોલીસે 18 લાખથી વધુની મત્તા નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જ્યાં રાકેશ માવાણી સહિત તેની પત્નીની ધરપકડ કરી વધુ કાર્યવાહી સરથાણા પોલીસે હાથ ધરી છે.