એલીમીનેશન ઓફ લીમ્ફેટીક ફાઇલેરિયાસીસ અંતર્ગત ભારત સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૩૦ સુધીમાં ફાઇલેરિયા નિર્મુલન અંગેનો લક્ષ્યાંક નક્કી કરવામા આવ્યા છે. જે કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ૯૭ ગામોના કુલ ૮૯૭૮૩ લોકોને DEC અને આલ્બેન્ડાઝોલ ટેબલેટનો સામુહિક દવા વિતરણનો કાર્યક્રમ તારીખ 11 રવિવારના રોજ વઘઇ તાલુકાની સાકરપાતળ, ઝાવડા અને કાલીબેલ પી.એચ.સી દ્વારા હાથ ધરવામાં આવ્યો છે.