ગુરૂવારના 9:15 કલાકે નોંધાયેલી ફરિયાદની વિગત મુજબ રૂરલ પોલીસે કાંચણા રણછોડ થી ઠક્કરવાળા જતા રોડ પરથી એક કારમાં લઈ જવાતા 60000 રૂપિયા ના દારૂ સાથે ચાલક અને ક્લિનરને ઝડપી પાડ્યા છે. જેમાં દારૂ મોબાઈલ અને કાર મળી કુલ 1,92,000 નો મુદ્દા માલ કબજે લઈ 2ને ઝડપી એકને વોન્ટેડ જાહેર કર્યું છે. અને રૂરલ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે.