થરાદ તાલુકાના બુઢનપુર ગામમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગામમાં પાણી ભરાતા 25 પરિવારોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.તલાટી પ્રકાશભાઈ પટેલના જણાવ્યા મુજબ, આ પરિવારોને બુઢનપુરની પ્રાથમિક શાળામાં આશરો આપવામાં આવ્યો છે. સરપંચ, મધ્યાહ્ન ભોજન યોજનાના કાર્યકર્તાઓ અને ગામના સજાગ નાગરિકોએ સાથે મળીને આશરે 50 લોકો માટે ભોજન અને રહેવાની વ્યવસ્થા કરી છે.