પાટણ જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં કલેક્ટર દ્વારા જિલ્લાના પ્રવાસન સ્થળો અને ધાર્મિક સ્થળોએ વિકાસમાં અનુભવાતી મુશ્કેલીના નિવારણ અંગે ચર્ચા કરાઇ હતી. સિધ્ધપુર તીર્થક્ષેત્રમાં આવેલ વિવિધ મંદિરોના વિકાસની કામગીરી (સિધ્ધપુર તીર્થક્ષેત્રનો સર્વાંગી વિકાસ), બિંદુ સરોવર, શ્રી સિદ્ધનાથ મહાદેવ અને શ્રી વટેશ્વર મહાદેવ ખાતે જાળવણી અને મરામતની કામગીરી બાબતે ચર્ચા કરાઈ હતી.