ઘણા સમયથી નાનાપોંઢા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોની ઈચ્છા હતી કે, ભવિષ્યમાં નાનાપોંઢાને તાલુકો બનાવવામાં આવે, જે બાદ ગુજરાત સરકારે મક્કમ નિર્ણય કરી નાનાપોંઢાને નવા તાલુકા તરીકે જાહેર કરાતાં કપરાડા તાલુકા ભાજપ પ્રમુખ વિપુલ ભોયાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.