ધી માંડવી એજ્યુકેશન સોસાયટી સંચાલિત માંડવી સાયન્સ કોલેજમાં બાયોલોજી વિભાગમાં જીનેટીક્સ એન્જિનિયરિંગ અંતર્ગત બે દિવસના રાષ્ટ્રીય કક્ષાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં મહારાષ્ટ્ર કર્ણાટક મધ્ય પ્રદેશ રાજસ્થાન સહિત અન્ય રાજ્યની વિવિધ યુનિવર્સિટીના સંશોધનકારો પ્રોફેસરો તથા વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.