મોરબી મહાપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે પાંચ કલેક્શન સેન્ટર જાહેર કરવામાં આવ્યા છે. આ તમામ જગ્યાએ મહાનગરપાલિકાનો સ્ટાફ જરૂરી મશીનરી સાથે ફરજ બજાવી રહ્યો છે અને ખુબજ શાંતિ પૂર્ણ અને વ્યવસ્થિત રીતે લોકોને મુશ્કેલી ન પડે તે રીતે ગણેશજીની મૂર્તિનું વિસર્જન થઇ રહયું છે. જેમાં અત્યાર સુધીમાં કુલ કુલ ૧૧૭ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે અને બાકીના દિવસોમાં પણ આ કામગીરી શરૂ રહેશે...