વલવાડા ખાતે નવરચિત અંબિકા તાલુકાની મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ કરતાં નાણા અને ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઇ નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી અને સુરત જિલ્લાના પ્રભારી મંત્રી કનુભાઇ દેસાઇના હસ્તે સુરત જિલ્લાના વલવાડા ખાતે નવરચિત અંબિકા તાલુકાની મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ કરાયું હતું. આ અવસરે ધારાસભ્યશ્રી સંદિપભાઇ દેસાઇ અને મોહનભાઈ ઢોડીયાની વિશેષ ઉપસ્થિતિમાં રહ્યા હતા.