આજરોજ ગુરૂવારના બપોરના સમયે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ઢીમા ખાતે સ્વછતા હી સેવા અભિયાન અંતર્ગત શ્રમદાન કર્યું હતું. નવો જિલ્લો અને ધરણીધર ઢીમા તાલુકો બનાવીને રાજ્ય સરકારે સરહદી વિસ્તારના નાગરિકોના વિકાસના દ્વાર ખોલ્યા છે તેવું શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે શિક્ષણ વ્યસન મુક્તિ અને સ્વચ્છતા ઉજ્વળ આવતીકાલની ચાવી છે તેવું જણાવ્યું હતું..