વડોદરા : શહેરમાં તહેવારોની ભરમાર વચ્ચે અકસ્માતોની પણ વણઝાર જોવા મળી રહી છે,તેવામાં લાલબાગ બ્રિજ ઉપર અકસ્માતની ઘટના બની હતી. એક કાર બેફામ આવતા સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા ધડાકાભેર ડિવાઈડર સાથે ભટકાઈ હતી. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા. સર્જાયેલા અકસ્માતમાં કારને આગળના ભાગે મોટું નુકસાન થયું હતું.જ્યારે સદ નસીબે મોટી જાનહાનિ થતા ટળી હતી.