મહેસાણા-અમદાવાદ હાઇવે પર આવેલા ધનાલી પાટિયા પાસે એક ટ્રક પલટી મારી ગયો હતો. આ ઘટનામાં ટ્રક ચાલકે અચાનક રોડ પર આવી ગયેલી ગાયને બચાવવાનો પ્રયાસ કરતા સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના પરિણામે ટ્રક પલટી મારી ગયો. ટ્રકમાં ભરેલા હજારો કિલો બટાકા રોડ પર ઢોળાઈ ગયા હતા, જેના કારણે રોડ પર બટાકાનો ઢગલો થઈ ગયો હતો.