કેશોદના પ્રજાપતિ ધાર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા હોવાની પોલીસને ખાનગી માહિતી મળી હતી. ત્યારે કેશોદ પોલીસે ખાનગી માહિતી વાળી જગ્યા પર રેડ કરતા જુગાર રમી રહેલા સાત જુગારીઓને રોકડ રૂપિયા 11,670 ના મુદ્દા માલ સાથે પોલીસે પકડી પાડી ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી હતી