છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી ફરી બે કાંઠે જોવા મળી હતી. બોડેલી પાસે આવેલ જોજવા આડબંઘ પણ ઓવરફ્લો થયો હતો. અને જેમાં અહલાદક દ્રશ્યો પણ સર્જાયા હતા. સાથે ઝોઝ પાસે આવેલ સુકેત નદીમાં પણ ભારે પાણીની આવક જોવા મળી છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને જિલ્લાની અનેક નદીઓમાં પાણીની આવક જોવા મળી છે.