સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અપહરણ કેસમાં એક વર્ષથી ફરાર આરોપી વૈભવ મરાઠે ની કતારગામ જનતાનગર ખાતેથી ધરપકડ કરી છે.મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જિલ્લાના સહાદા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ અપહરણ નો ગુન્હો નોંધાયો હતો.ફરિયાદીની. સગીર વયની કિશોરીને લગ્નની લાલચ આપી આરોપી અપહરણ કરી લઈ ગયો હતો. પરિવારે પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. જે અંગેની માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી હતી.