અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે 12 ડિસેમ્બર 2025થી 13 જાન્યુઆરી 2026 સુધી ભવ્ય અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલની થીમ 'હેરિટેજ' રાખવામાં આવી છે અને એનો મુખ્ય ઉદ્દેશ અમદાવાદને ભારતના એક પ્રીમિયમ શોપિંગ અને સાંસ્કૃતિક સ્થળ તરીકે સ્થાપિત કરવાનો છે. આ એક મહિનાના ઉત્સવ દરમિયાન શહેરભરની દુકાનો અને મોલ્સમાં ગ્રાહકોને 15થી 35% સુધીનું જંગી ડિસ્કાઉન્ટ આપવામાં આવશે