કલોલ તાલુકા પોલીસે દારૂના ધંધા સાથે સંકળાયેલા શખ્સો સામે લાલ આંખ કરી છે. હાઈવે પર દારૂની હેરાફેરી કરતા શખ્સો પર વધુ એક દરોડો પાડી રિક્ષામાં લઈ જવાતા 60 નંગ બિયરના ટીન સાથે બે શખ્સોને ઝડપી પાડયો છે. જેના પગલે બુટલેગરોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે. જે બાતમી ના આધારે પોલીસે અમ્રીત હોટલ થી ઓળા કટ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વાળી રીક્ષા આવતા પોલીસે તેને અટકાવી તલાસી લીધી હતી. જેમાંથી રૂ. 10,980 ની કિંમત ની અલગ અલગ બ્રાન્ડ ના 60 બિયર ઝડપી પાડી