આમોદ તાલુકા ના નાહિયેર ગામેં હઠીલા હનુમાનજીના મંદિરે દર્શન અર્થે શ્રાવણ માસના અંતિમ શનિવારે ભક્તો ની ભીડ જામી. શ્રાવણ માસના અંતિમ શનિવારે વર્ષો વર્ષથી ભરાતા હઠીલા હનુમાનજી મંદિરે શ્રાવણી મેળામાં મોટી સંખ્યામાં લોકોએ વરસાદી માહોલ માં મન મૂકીને મેળાની મોજ માણી.અવનવો ફરારી નાસ્તો, મીઠાઈઓ તેમજ જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુઓ ના સ્ટોલ દર વર્ષ ની જેમ આ વર્ષે પણ મોટી