ચીખલી પોલીસમાં ઉક્કડભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે મરણ જનાર પોતાના કબજાની હીરો હોન્ડા સ્પ્લેન્ડર ગાડી નંબર gj 06 ca0620 ની લઈને પ્રતાપ નગર આવતો હતો તે વખતે કુકેરી ગામ રાજપૂત નગર રાંકવાથી વાસદા તરફ જતા જાહેર રોડ ઉપર રાત્રિના સમયે ભયજનક રીતે કોઈપણ જાતના સિગ્નલ ચિન્હ દર્શાવ્યા વગર અને કોઈ પણ જાતની આડાશ રાખ્યા વગર ટ્રક ઉભો રાખ્યો હતો જેમાં પાછળના ભાગે અથડાવી દઈ એકસીડન્ટ થતાં પ્રતિજ્ઞા માથાના ભાગે ઇજા થતાં મોત નિપજ્યું હતું .