સુરતમાં તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં મોટો વિવાદ ઊભો થયો છે. "કિડ લોકલ" નામની એક સંસ્થા દ્વારા સુરત મનપાની BRTS બસની અંદર DJ વગાડીને ડાન્સ અને વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. આ વીડિયો બાદમાં રીલ્સ સ્વરૂપે અપલોડ થતાં મનપા દ્વારા તાત્કાલિક પગલાં લેવાની ફરજ પડી છે.મનપાના સિટી લિન્ક વિભાગે આ કૃત્યને ગેરકાયદેસર ગણાવ્યું છે અને સ્પષ્ટ કર્યું છે કે આ પ્રવૃત્તિ માટે કોઈ પણ પ્રકારની પરવાનગી આપવામાં આવી ન હતી.